Home> Gujarat
Advertisement
Prev
Next

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે વડોદરાની મુલાકાતે, જાણો વિગતો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડોદરાની મુલાકાતે આવવાના છે. જેને લઈને શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેઓ સુરસાગરના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે વડોદરાની મુલાકાતે, જાણો વિગતો

હાર્દિક દિક્ષિત, વડોદરા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડોદરાની મુલાકાતે આવવાના છે. જેને લઈને શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેઓ સુરસાગરના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 

fallbacks

મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે આવવાના છે. શહેર પોલીસે સુરસાગર ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ડોગસ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવના લોકાર્પણ કાર્યકર્મમાં અમિત શાહ હાજરી આપશે. 30 હજાર દીવડાની મહા આરતીમાં પણ તેઓ ભાગ લેશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે 35 કરોડના ખર્ચે સુરસાગર તળવાનું નવીનિકરણ કરાયું છે. ન્યાય મંદિર, દાંડિયા બજાર અને ગાંધીનગર ગૃહની આસપાસના વિસ્તારોનું પણ ચેકિંગ હાથ ધરાયું છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે આજથી જ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More